આપણી પહેલી મુલાકાત કેવી હશે?
ઓય સાંભળ ને ,
તને ખબર છે આપણી પહેલી મુલાકાત કેવી હશે
તો સાંભળ
જ્યાં તારી સાથે ના પળો ને મોબાઈલ ના કેમરા થી કેદ કરવાની જગ્યા એ આંખો ના કેમેરા થી દિલ ની ગેલેરી મા સેવ કરીશ
તારી સાથે કરેલી વાતો ને કોઈ પાસનદીદા ફિલ્મ ડાયલોગ ની જેમ હંમેશ યાદ રાખીશ
તને કોઈ મોટી હોટેલ મા લઇ જવાની જગ્યા એ તારી ગમતી પાણીપુરી ની લારી એ લઇ જઈશ
અને છેલ્લે જુદા પડતા પેલા મેસેજ કે ફોન ની જગ્યા એ એક પ્રેમ પત્ર લખવાનું વચન આપીશ
જાણું છુ આજ ના જમાના મા તને મારા પ્રેમ ની આ રીત જૂની લાગશે
પણ જતા જતા એ વિશ્વાસ જરૂર આપીશ કે રીત ભલે જૂની હોય પણ પ્રેમ મા ક્યારેય ઓટ નય આવા દઉં
Comments